તારા વિના શ્યામ મને એકલડું લાગે | Tara Vina Shyam Mane Lyrics

0
354
તારા વિના શ્યામ મને એકલડું લાગે ,
રાસ રમવાને વેલો આવજે ,
તારા વિના શ્યામ એકલડું લાગે ,
રાસ રમવાને વેલો આ..વ..જે…
શરદ પૂનમની રાતડી , ઓહો ..
ચાંદની ખીલી છે ભલી ભાતની ,
તું ના આવે તો શ્યામ , રાસ જામે ના શ્યામ ,
રાસ રમવાને વેલો આવ આવ આવ શ્યામ ,
તારા વિના શ્યામ મને એકલડું લાગે ,
ગરબે ઘૂમતી ગોપીઓ , ઓહો ..
સુની છે ગોકુલની શેરીઓ , સુની સુની શેરીઓમાં ,
ગોકુળની ગલીઓમાં ,
રાસ રમવાને વેલો આવ આવ આવ શ્યામ ,
તારા વિના શ્યામ મને એકલડું લાગે ,
અંગ અંગ રંગ છે અનંગનો ,
રંગ કેમ જાયે તારા સંગનો ,
પાયલનો ઝંણકાર સુની ,
રુદિયાનો નાદ સુની ,
રાસ રમવાને વેલો આવ આવ આવ શ્યામ ,
તારા વિના શ્યામ મને એકલડું લાગે ,
Tara Vina Shyam Lyrics
Navratri Dandia Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here