પી લેવો હોઈ તો રસ | Pi Levo Hoi To Ras Lyrics | Ganga Sati Bhajan Lyrics

0
358
પી લેવો હોઈ તો રસ પી લેજો પાનબાઈ
પિયાલો આવ્યો ભક્તો કાળનો ,
વખત વીતી ગયા પછી પસ્તાવો થાશે ને
અચાનક ખાશે તમને કાળ રે ,
પી લેવો હોઈ તો રસ ….
જાણવી રે હોઈ તો વસ્તુ જાણી લેજો પાનબાઈ
નહીતર જમીનમાં વસ્તુ વસ્તુ જાશે રે ,
નખશીખ ગુરુજીને હૃદયમાં ભરીએ રે
ઠાલવવાનું ઠેકાણું કહેવાશે રે ,
પી લેવો હોઈ તો રસ ….
આપ રે મુવા વિના અંત નહિ આવે ને
ગુરુ જ્ઞાન વિના ગોથા ખાશે રે ,
ખોળામાં બેસાડી તમને વસ્તુ આપું
આપવાપણું તરત જડી જાવે રે ,
પી લેવો હોઈ તો રસ ….
વખત આવ્યો છે તમારે ચેતવાનો પાનબાઈ
મન મેલી ને થાઓ હોશિયાર રે ,
ગંગા સતી અમ બોલીયા રે
હેતના બંધો હથિયાર રે ,
પી લેવો હોઈ તો રસ ….
ગંગા સતી પાનબાઈ ભજન

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here