રમીયે તો રંગમાં રમીએ | Ramite To Rangma Lyrics | Gangasati Bhajan Lyrics

0
1907
રમીયે તો રંગમાં રમીએ ,
સદાય મેલી દઈઆ લોકની મરજાદ
હરીના દેશમાં ત્રિગુણ નવ મળે ,
ન હોય ત્યાં વાદ ને વિવાદ | રમીએ તો …
કર્તાપણું એક કોરે મૂકી દેવું ને ,
તો આવી જાય પરપંચનો અંત
નવધા ભક્તિમાં નિર્મળ રહેવું ,
એમ કહે છે વેદને સંત | રમીએ તો …
સાંગોપાવ એકરસ થાય સરખો ,
બદલાય ના બીજો રંગ
સાચાની સંગે કાયમ રહેવુંને ,
કરવી ભક્તિ અભંગ | રમીએ તો …
ત્રિગુણરહિત કરે નિત ક્રિયા ,
એને લાગે નહિ કર્તાપણા નો ડાધ રે
ગંગાસતી એમ બોલીયા પાનબાઈ ,
તેને નડે નહિ કરમનો ભાગ રે | રમીએ તો …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here