ભક્તિ કરવી તેને | Bhakti Karvi Tene Lyrics | Gangasati Bhajan Lyrics | Bhajanbook

0
611
ભક્તિ કરવી તેને રંક થઈને રહેવું
મેળવું અંતરનું અભિમાન રે …
સદગુરુ ચરણમાં શીશ નમાવીને
કરજોડી લાગવું તેને પાય રે …
જાતી પણું છોડીને અજાતિ થાવું
કાઢવો વરણ વિકાર
જાતી ભાતી નહિ હરિના દેશમાં
એવી રીતે રેવું નિર્વાણ …
પારકા અવગુણ કોઈના જુએ નહીને
એને રે કહીયે હરિના દાસ
આશાને તૃષ્ણા એકેય નહિ ઉરમા
એનો દ્રઢ રે કરવો વિશ્વાસ …
ભક્તિ કરો તો એવી રીતે કરજો
રાખજો વચનમાં વિશ્વાસ
ગંગાસતી એમ બોલીયા પાનબાઈ
એને કહીએ હરિના દાસ …

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here