સાચું બોલો રે મારા શ્યામ | Sachu Bolo Re Mara Shyam Re Kanuda Lyrics

0
487
સાચું બોલો રે હે મારા શ્યામ રે કાનુડા ,
મોરલી રે વાળા મારા કાનજી ,
જુઠડા ન બોલો હે મારા શ્યામ રે કાનુડા ,
મોરલી રે વાળા મારા કાનજી ,
એવી કઈ રે એ રાણીએ તમને ભોળવિયા ને હો ,
વળી કઈ રે હે મળી તે કામણ ગારી ,
મોરલી રે વાળા મારા કાનજી ,
સાચું બોલો રે હે મારા શ્યામ રે કાનુડા ,
એવી રાણી રે રાધાએ અમને ભોળવિયા ને હો ,
ઓલી કુબજા મળી તે કામણગારી ,
મોરલી રે વાળા મારા કાનજી ,
સાચું બોલો રે હે મારા શ્યામ રે કાનુડા ,
એવા તમારે એ કારણીયે મેં તો ઘરબાર મેલ્યા હો ,
વળી છોળીયો સઘળો સંસાર ,
મોરલી રે વાળા મારા કાનજી ,
સાચું બોલો રે હે મારા શ્યામ રે કાનુડા ,
એવો તમારા એ વિનારે મારો આતમ તલખે હો ,
આવી તલખે સુંદર મારી કાયા રે ,
મોરલી રે વાળા મારા કાનજી ,
સાચું બોલો રે હે મારા શ્યામ રે કાનુડા ,
એવા મીરાબાઈ ગાવે વાલા ગીરીધર ના ગુણ ,
એવા વર તો શામળીયાને વરીયે ,
મોરલી રે વાળા મારા કાનજી ,
સાચું બોલો રે હે મારા શ્યામ રે કાનુડા ,
Sachu Re Bolone Mara Shyam Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here