સદગુરુ વચનના થાવ અધિકારી | Sadguru Vachanna Thav Adhikari Lyrics

0
478
સદગુરુ વચનના થાવ અધિકારી પાનબાઈ
મેલી દયો અંતરનું અભિમાન
માન રે મેલીને તમે આવો રે મેદાનમાં
સમજો ગુરુજીની શાન … સદગુરુ
અંતર ભાંગ્યા વિના ઉભરો નહિ આવે
નહિ થાય સાચે સાચી વાત રે
આટી છૂટે જયારે અંતર તણી ત્યારે
પ્રભુજી દેખાય ક્ષાત ક્ષાત રે … સદગુરુ
સત્સંગ રસ તો અગમ અપાર છે
એતો પીવે કોઈ પીવન હાર રે
તમ મન કેરી જયારે શુદ્ધ બુદ્ધ ભુલાશે
ત્યારે અરસ પરસ મળશે તાર રે … સદગુરુ
ધડ ની ઉપર જેને શીશ મળે નહિ
એવો ખેલ છે આ ખાંડા કેરી ધાર રે
એમ રે તમારું શીશ ઉતારો
તો તમને રમાડું બાવન બાર રે … સદગુરુ
હું અને મારું એ મનનું કારણ પાનબાઈ
એ મન જયારે મટી જાય રે
ગંગાસતી એમ બોલીયા રે પાનબાઈ
ત્યારે અંતરમાં અલખ દેખાય રે … સદગુરુ
Sadguru Vachanna Thav Adhikari Lyrics
Gangasati Panbai Bhajan Lyrics

 

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here