વચન વિવેકી જે નર ને નારી | Vachan Viveki Je Nar Ne Nar Lyrics

0
519
વચન વિવેકી જે નાર ને નારી પાનબાઈ
બ્રમ્હાદિક લાગે તેને પાય રે
યથાર્થ વચન શાન જેને જાણી
એને કરવું પડે નહિ બીજું કાઈ રે …
વચનમાં સમજે તેને મહાસુખ ઉપજે
એ તો ગત ગંગાજી કહેવાય રે
એકમ ના થઇને આરાધ કરે તો
નકલંક પ્રસન્ન થાઈ રે …
વચને થાપન ને વચને ઉથાપન
વચને મંડાય પ્રભુનો પાઠ રે
વચનમાં પુરા એતો નહિ રે અધૂરા
વચનનો લાવે જોને ઠાઠ રે …
વસ્તુ વચનમાં છે પરિપૂર્ણ પાનબાઈ
વચન છે ભક્તિનું અંગ રે
ગંગાસતી એમ બોલીયા રે પાનબાઈ
કરવો વચનવાળા નો સંગ રે …
Vachan Viveki Je Nar Ne Nar Lyrics
Gangasati Panbai Bhajan Lyrics

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here