શંભુ શરણે પડી | Shambhu Sharane Padi Lyrics

0
564
શંભુ શરણે પડી માંગું ઘડી એ ઘડી
કષ્ટ કાપો , દયા કરી શિવ દર્શન આપો ,
તમે ભક્તો ના ભય હરનારા , શુભ સૌનુ કરનારા
હું તો મંદ મતી , તારી અકળગતી , કષ્ટ કાપો ..
અંગે ભષ્મ સ્મશાનની ચોળી , સંગે રાખો સદા ભૂત તોળી
ભાલે ચંદ્ર ધર્યા , કંઠે વિશ ભર્યા , અમૃત આપો ..
નેતિ નેતિ જ્યાં વેદ કહે છે , મારું ચિતડું ત્યાં જવા સહે છે
સારા જગમાં છે તું , વસુ તારામાં હું , શક્તિ આપો ..
આપો દ્રષ્ટિમાં તેજ અનોખું , સારી શ્રુષ્ટિમાં શિવ રૂપ દેખું
મારા દિલ માં વસો , આવી હૈયે હસો , શાંતિ સ્થાપો ..
હું તો એકલ પંથી પ્રવાસી , છતા આત્મા કેમ ઉદાસી
થાક્યો મથી રે મથી , કારણ જડતું નથી , સમજણ આપો ..
શંકરદાસનું ભવ દુઃખ કાપો , નિત્ય સેવાનું શુભ ફળ આપો
ટાળો મંદ મતી , ગાળો ગર્વ ગતિ , ભક્તિ આપો ..
શંભુ શરણે પડી માંગું ઘડી એ ઘડી
કષ્ટ કાપો , દયા કરી શિવ દર્શન આપો ,

Shambhu Sharane Padi Lyrics
Shiv Bhajan Lyrics 

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here