ગણેશ પાટ બેસાડીએ | Ganesh Pat Besadiye Lyrics | Lagnageet

0
473
ગણેશ પાટ બેસાડીએ, ભલા નીપજે પકવાન
સગા  સંબંધી  તેડીએ, જો પુજ્યાં હોય મોરાર…
જેને તે આંગણ પીપળો, તેનો તે ધન્ય અવતાર
સાંજ  સવારે  પૂજીયે, જો પુજ્યાં હોય મોરાર…
જેને તે આંગણ ગાવડી, તેનો તે ધન્ય અવતાર
સાંજ  સવારે દોહી વળે,  જો પુજ્યાં હોય મોરાર…
જેને તે આંગણ  દિકરી,  તેનો તે ધન્ય અવતાર
સાચું સુરયુ ધન વાપરે,  જો પુજ્યાં હોય મોરાર…
જેને  તે  પેટે  દીકરી,  તેનો તે ધન્ય અવતાર
વહુ  વારુ  પાયે  પડે,  જો પુજ્યાં હોય  મોરાર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here