શાન માં રે શાન માં | Shan Ma Re Shan Ma | Gangasati Bhajan Lyrics

0
397

 શાન માં રે શાન માં તમને ગુરુજીની કહું

ઉપજે  આનંદ કેરો ઓધ રે
સિદ્ધ અનુભવ એના ઉર માં પ્રગટે
ને મટી જાય માયા કેરો ક્ષોભ રે … શાન માં રે શાન માં

ચૌદ લોક થી વચન છે ન્યારું પાનબાઈ
એની તો કરી લ્યો ઓરખાણ રે
યથાર્થ બોધ વચન નો સુનો પાનબાઈ
મટ્ટી જાય મન ની તાણાવાણ રે … શાન માં રે શાન માં

વચન થકી ચૌદ લોક રચના
વચન થકી સુરજ ને ચાંદ રે
વચન થકી રે માયા ને મેદની
વચન થકી વરસે સાચા નૂર રે … શાન માં રે શાન માં

વચન જાણ્યું એણે સર્વે જાણ્યું પાનબાઈ
ભણવું પડે નહિ બીજું કાય રે
ગંગાસતી એમ બોલિયાં રે
નડે નહિ માયા કેરી છાંય રે  … શાન માં રે શાન માં

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here