શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ
જેના બદલે નહિ વ્રતમાન
ચિતની વૃતિ જેની સદાય નિર્મળ
જેને મહારાજ થયા મહેરબાન ..શીલવંત
ભાઈ શત્રુ ને મિત્ર એકેય નહિ ઉરમા
જેને પરમારથ માં પ્રીત
મન કરમ વાણીએ વચનોમાં ચાલેને
રૂડી પાડે એવી રીત ..શીલવંત
ભાઈ આઠે પહોર મન મસ્ત થઈ રહેવે
જેને જાગી ગયો તુરિયાનો તાર
નામ ને રૂપ જણે મિથ્યા કરી જણ્યા
તેને સદાય ભજનનો આહાર .. શીલવંત
ભાઈ સંગતું તમે જયારે એવાની કરશો
ત્યારે ઉતરશો ભવ પાર
“ગંગાસતી” એમ બોલીયા ને
જેને વચનોની સાથે વહેવાર ..શીલવંત