શિવજીનું ડમરું ડમ ડમ વાગે | Shivji Nu Damaru Dam Dam Lyrics

1
701

શિવજીનું ડમરું ડમ ડમ વાગે
કૈલાશ માં ત્રણ લોક ડોલે ડોલે ડોલે ,

ભીલડી સ્વરૂપે માતા ઉમિયાજી નાચે
શિવની સમાધિ તૂટી રે ,
ડમરું ડમ ડમ વાગે ,
શિવની જટા માં ગંગા બિરાજે
અની માથે મણીધર ડોલે રે ,
ડમરું ડમ ડમ વાગે ,
નારદજી આવે ને વિણા વગાળે
એ બ્રહ્માજી નગારા વગાડે રે ,
ડમરું ડમ ડમ વાગે ,
ત્રિશુલ લઈને શિવ તાંડવ નાચે
એ ભૈરવી ધૂન મચાવે રે ,
ડમરું ડમ ડમ વાગે ,
ચોસઠ જોગણી સંગે મળીને
એ તાળી ના તાલ મિલાવે રે
ડમરું ડમ ડમ વાગે ,
એકવીશ કરોડ દેવ જોવાને આવે
એ શિવજીને ફૂલડે વધાવ્યા રે ,
ડમરું ડમ ડમ વાગે ,
Shivjinu Damaru Dam Dam Vage Lyrics
Kailash Ma Damaru Dam Dam Lyrics

 

 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here