શ્રીજી આવો તે રંગ મને | Shriji Aavo Te Rang Mane Lyrics | Krishn Dhun Lyrics

0
820
શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડયો
બીજો ચડતો નથી એકેય રંગ વિઠ્ઠલનાથ,
હું તો વ્રજ માં ગઈ ને મારું મન મોહ્યું
મારી મગ્ન જાગી પુરવની પ્રીત વિઠ્ઠલનાથ,
મારે રેહવું અહીયા ને મેળ તારો થયો
હવે કેમ કરી દહાડા જાય વિઠ્ઠલનાથ,
રંગ ચડ્યો તો છાટી હવે પૂરો કરો
નિત્ય તમારા દર્શન થાય વિઠ્ઠલનાથ,
તારું મનડું જોઇને મારું મન મોહ્યું
મારા તૂટે છે દીલડાના તાર વિઠ્ઠલનાથ
દાસ માધવ ને આશરો તમારો
એણે સર્વસ્વ અર્પણ કીધા વિઠ્ઠલનાથ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here