સ્થિરતા એ રહેજો ને વચન માં ચાલજો
ને રાખજો રૂડી રીત રે ,
અજાણ્યા સાથે વાત નવ કરજો
ને જેનું મન સદા વિપરીત રે
સ્થિરતા એ રહેજો …
આગળ ઘણા મહાત્માઓ થઈ ગયા
ને તેણે કુપાત્ર નો કર્યો નિષેધ રે ,
એક આત્મા જાણી ને અજ્ઞાની પ્રબોધિયો
ને ઉપજાવે અંતર માં ખેદ રે ,
સ્થિરતા એ રહેજો …
લિંગ વાસના માં જેનું ચિત્ત લાગ્યું
ને આશક્ત છે વિષ માંય રે ,
એવા ને ઉપદેશ કદી નવ કરવો
ને જેને લાગે નહિ ઉરમાંય રે ,
સ્થિરતા એ રહેજો …
ઉપાધિ થકી આપણે નિર્મળ રહેવું
ને ચૂકવો નહિ અભિયાસ રે ,
ગંગાસતી એમ બોલિયા રે
ત્યાં ટકે નહિ દૂરી જાણ નો વાસ રે ,
સ્થિરતા એ રહેજો …
Sthirta A Rahejo Ne Lyrics
Gangasati Bhajan Lyrics
Related
error: Content is protected !!