તમે ભાવે ભજીલો ભગવાન | Tame Bhave Bhajilo Bhagwan Lyrics

0
838
તમે ભાવે ભજીલો ભગવાન જીવન થોડુ રહ્યું
કઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડુ રહ્યું ,
એને દીધેલો કોલ તમે ભૂલી ગયા
જુઠી માયાને મોહમાં ઘેલા થયા
ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન … જીવન
બાળપણ ને જુવાની માં અડધું ગયું
નહિ ભક્તિ ના મારગ માં ડગલું ભર્યું
હવે બાકી છે તેમાં દયો ધ્યાન … જીવન
પછી ગઢપણ માં ગોવિંદ ભજાશે નહિ
લોભ વૈભવ ને ધનને તજાશે નહિ
બનો આજથી પ્રભુમાં મસ્તાન … જીવન
જરા ચેતીને ભક્તિનું ભાથું ભરો
કઈક ડરતો પ્રભુજીનો દિલમાં ધરો
છીએ થોડા દિવસના મહેમાન … જીવન
બધા આળસમાં દિન આમ વીતી જશે
પછી ઓચિંતા જમનું તેડુ થશે
નહિ ચાલે તમારું તોફાન … જીવન
એમ કહેવું આ બાળકનું દિલમાં ધરો
ચિત રાખી પ્રભુજીને ભાવે ભજો
ઝીલો ઝીલો ભક્તિનું સુકાન … જીવન
Tame Bhave Bhajilo Bhagwan Lyrics
Maran Dhun Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here