આવી રૂડી અજવાળી રાત | Aavi Rudi Ajvali Raat Lyrics

0
888
આવી રૂડી અજવાળી રાત
રાતે તે રમવા નીસર્યા રે માણા રાજ ,
હે રમ્યા રમ્યા પુર બે પુર
સયબોજી તેડા મોકલે રે માણા રાજ ,
હે ઘેર આવો ઘર કેરી નાર રે
અમારે જવું ચાકરી રે માણા રાજ ,
હે આવો રૂડો સહિયરુ નો સાથ
મેલી ને નહિ આવું રે માણા રાજ ,
હે ગોરી મને ચડી રીસ રે
ઘેડે તે પલાંગ માંડસુ રે માણા રાજ ,
હે જી રે રૂડી ઝાલસુ ઘોડલાની વાધ
તમોને જાવા નહિ દઈએ માણા રાજ ,
હે તમારે છે સહિયરુ નો સાથ
એની હારે તમે બોલજો રે માણા રાજ ,
હે જી રે મારે સાયબા ચુંદડી ની ઓશ
ચુંદડી રે મોંઘા મુલની રે માણા રાજ ,
હે રીયો રીયો આજની રાત
ચુંદડી ને તમે મુલાવો રે માણા રાજ ,
Aavi Rudi Ajvali Raat Lyrics
Prachin Lagna Geet Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here