તું મારો દરિયો ને કાંઠો એ તુ | Tu Maro Dariyo Lyrics

0
36
તું મારો દરિયો ને કાંઠો એ તુ ,
તું આખો દરિયો ને છાંટો એ તુ ,
તારી નઝર છે દરદ નું મલમ ,
દિલમાં ફસાયો એ કાંટો ય તુ ,
હર એક જનમથી માંગી કસમથી ,
ત્યારે મળી આવડી દોસ્તી ,
જીવવામાં જોડે પણ શ્વાસ છોડે ,
ત્યારેય સાથે જવું હોશ થી ,
તું મારો દરિયો ને કાંઠો એ તુ ,
તું આખો દરિયો ને છાંટો એ તુ ,
જીવવા છે જાદુ ભરેલા ,
સપનાઓ ચારેય આંખે ,
દુનિયાને કેવા’દે ઘેલા ,
એનો ધરમ એજ રાખે ,
એના સવાલોને કાને ના ધરતો ,
ક્યારેક દેશું જવાબો ,
એકબીજાને જ દેવાના થાશે ,
આ જીંદગીના હિસાબો ,
હર એક જનમથી માંગી કસમથી ,
ત્યારે મળી આવડી દોસ્તી ,
જીવવામાં જોડે પણ શ્વાસ છોડે ,
ત્યારેય સાથે જવું હોશ થી ,
તું મારો દરિયો ને કાંઠો એ તુ ,
તું આખો દરિયો ને છાંટો એ તુ ,
Tu Maro Dariyo Ne Lyrics
New Gujarati Song Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here