ઊંચા ઊંચા રે માડી તારા ડુંગરા રે લોલ,
કે ડુંગર ઉપર ટહુકે ઝીણા મોર,
કે ગરબે રમવા આવજો રે લોલ,
ઊંચા ઊંચા રે પહેલો પત્ર રે પાવાગઢ મોકલ્યો રે લોલ,
કે દેજો મારી કાળકા માને હાથ,
કે ગરબે રમવા આવજો રે લોલ,
ઊંચા ઊંચા રે બીજો પત્ર રે આબુગઢ મોકલ્યો રે લોલ,
કે દેજો મારી અંબા માને હાથ,
કે ગરબે રમવા આવજો રે લોલ,
ઊંચા ઊંચા રે ત્રીજો પત્ર રે શંખલપુર મોકલ્યો રે લોલ,
કે દેજો મારી બહુચર માને હાથ,
કે ગરબે રમવા આવજો રે લોલ,
ઊંચા ઊંચા રે ચોથો પત્ર રે આરાસુર મોકલ્યો રે લોલ,
કે દેજો મારી આરાસુરી માને હાથ,
કે ગરબે રમવા આવજો રે લોલ,
ઊંચા ઊંચા રે પાંચમો પત્ર રે અમદાવદ મોકલ્યો રે લોલ,
કે દેજો મારી ભદ્રકાળી માને હાથ,
કે ગરબે રમવા આવજો રે લોલ,
Ucha Ucha Re Madi Tara Lyrics
Gujarati Garba Lyrics