વાડી રે માયલો લીલો લીલો ગાંજો | Vadi Re Maylo Lilo Lilo Ganjo Lyrics

0
285
વાડી રે માયલો લીલો લીલો ગાંજો રે ગાંજો,
ગાંજે કર્યા છે ઘેલા તુર વારી જાંઉ,
વાડી રે માંયલો…
જોગી ભી પીવે કોઈં ભોગી ભી પીવે,
કોઈં પીવે ને હોશીયાર વારી જાંઉ,
વાડી રે માંયલો…
ઢોલ નગારા ને રૂડી નોબતું રેં વાગે,
બંસરી વાગે ઘેલી તુર વારી જાંઉ,
વાડી રે માંયલો…
મેંના બોલે પછી પોપટ બોલે બોલે,
વન માં બોલે જીણા મોર વારી જાંઉ,
વાડી રે માંયલો…
નીત નીત ગુણલાં તેરાં ગાવે નથુરામ,
પ્યાલો પીધો ભરપુર વારી જાંઉ,
વાડી રે માંયલો…
Vadi Re Maylo Lilo Lilo Lyrics
Lilo Lilo Ganjo Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here