વા’લમ વધામણાં હો | Valam Vadhamana Ho Lyrics

0
244
વા’લમ વધામણાં હો આજે, સ્વામીને હર્ષે વધાવીએ
આનંદ વધામણાં હો આજે, સ્વામીને હર્ષે વધાવીએ
વનવનનાં ફૂલડાંના રંગ રંગના હારથી,
ગંગા ને યમુનાની શત શત હો ધારથી,
અનંતના પૂજનથી હો..સ્વામીને
લાખ લાખ તારલાના ઝગમગતા હીરથી,
લાખ લાખ ચાંદલાના ટમટમતા દીપથી,
અનંતની આરતીથી હો. સ્વામીને
ભવ ભવના સગપણની છલકંતી પ્રીતથી,
મનડાના મોરલાના ગહેકંતા ગીતથી,
અનંતના સંગીતથી હો..સ્વામીને
સેવા ને સેવામાં તરવરતા તનથી,
ગુણલા ગાવામાં આજ મલકંતા મનથી,
અનંતના અર્પણથી હો..સ્વામીને

Valam Vadhamana Ho lyrics

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here