વીજળી ને ચમકારે | Vijali Ne Chamkare Lyrics | Gangasati Bhajan Lyrics

0
775
વીજળી ને ચમકારે મોતી પરોવવા
નહીતર અચાનક અંધારું થાશે ,
જોત જોતામાં દિવસો વયા જાશે ને ,
અક્વીસ હજાર છસો ને કાળ ખાશે .
જાણવા છતા આતો છે અજાણ પાનબાઈ
અધુરીયા ને ન કહેવાય ,
આ ગુપ્ત રસનો ખેલ છે અટપટો ,
આંટી મેલો તો પુરણ સમજાય .
નિર્મળ થઈને તમે આવો મેદાનમાં
તમે જાણી લેજો જીવનની જાત ,
સજાતી વિજાતિની જુગતિ બતાવું
બિલે પાડી દઉં બીજી ભાત .
પીંડ બ્રહ્માંડથી પર છે ગુરુજી
બતાવું હું સદગુરુનો દેશ ,
ગંગાસતી એમ બોલીયા પાનબાઈ
ત્યાં નહિ માયાનો જરીયે લેશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here