ઉનમુન વાણી ગુરુદેવની , હે ઓલા સમજેલા ને સમજાય ,
નુગરો સમજે ના સબદને , અને ના સમજે પસ્તાય ,
વાણી રે વાણી રે મારા ગુરુજીની વાણી ,
જીવતા પરણાવી નાવે મુવા ઘેર આણી ,
ખીલો રે દુજે ને પેલી ભેંસો વલોવે ,
સસરોજી પારણીયે ને વહુજી હિચોળે ,
ખેતર પાક્યું ને પેલા રખેવાળને ખાધો ,
ઉડતા મરઘાએ પેલા પારાધીને બંધીયો ,
જળ કેરી માછલીએ બગલાને ગળિયો,
કીળીની ના મુખમાં મગર પળિયો ,
આભ વરસે ને પેલી ધરતી પરસે ,
નેવાના પાણી મોભારે ચડશે ,
મશંદર પ્રતાપે જતી ગોરક્ષ બોલીયા ,
બોલીયા રે બોલ્યા ગોરખ ઉનમૂન વાણી ,
Vani Re Vani Lyrics
Vani Re Vani Mara Gurujini Vani Lyrics
Related
error: Content is protected !!