રામને રાજ તિલકના રે | Ram Ne Rajtilak Nare Lyrics | Bhajan Lyrics

0
530

  રામને રાજતિલકના રે જેદી ગાજે નાદ ગગનમાં
ગાજે નાદ ગગનમાં દાસી મંથરા મૂંઝાણી એના મનમાં ..

માતા સરસ્વતી એની રસનાયે બેઠા તર્કટ જાગ્યા તનમાં
ઘરફોડીએ ઘાણ જ કાઢ્યો લાય લગાડી લીલા વનમાં …

કૈકયી તારા કુંવારિયાને બાંધી રે લેશે બંધનમાં
પટરાણી પદ તારા પટલાઈ જાશે દાસી થઈ રે જે ભવનમાં …

કૌશલ્યા રામને તિલક દેશે ટાઢક વળશે એના તનમાં
તારા દુઃખની બીજ ઉગશે ગ્રહણ ઘેરાશે પૂનમના …

માંગી લઈને વરદાન બે તારા દશરથને બાંધી વચનમાં
ભાઈ ભરતને રાજના તિલક રામ સિધાવે વનમાં …

રાજારામ તો વનમાં સિધાવે ને સીતાને લક્ષમણ સંગમાં
“પુર્ષોત્તમના” કહે ઉદાસ અયોધ્યા હર્ષ વધ્યો છે દેવનમાં …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here