આવી આવી તે જબરી જાન | Aavi Aavi Te Jabari Jaan Lyrics

0
510
આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે
આવ્યા બ્રહ્માને સંગ ભગવાન શિવજી પરણે છે ,
હીરા માણેકને ફુલડાના તોરણ ઝૂલે
રસ્યો વિશ્વકર્માએ મંડપ મોંઘા મુલે
હિમગીરી કરે છે સનમાન … શિવજી પરણે છે ,
ભોળા શંભુને આભુષણ ભોરીંગ તણા
રૂંઢ ઘરેણા તેને શોભે છે ઘણા
નાચે ભૂત પિચાસ કરે ગાન … શિવજી પરણે છે ,
ડાક ડમરું નગારાને નોબત વાગે
જાન જોઈ બાલુડા કઈ ભડકી ભાગે
જોઈ મેનાદેવી ભૂલ્યા ભાન … શિવજી પરણે છે ,
માત-પિતા પરણેને છોરું મંગલ ગાયે
એવું જાણીને આજ મને આનંદ થાયે
ભગવતી ભવાની ભગવાન … શિવજી પરણે છે ,
પુરા પ્રેમથી કંસાર ભોલાનાથજી જમે
લાવ લેજો લગનનો સંતો તમે
દાસ પુરસોત્તમ પીરસે પકવાન…શિવજી પરણે છે,
Aavi aavi Jabri Jaan Lyrics
Shiv Bhajan Lyrics

 

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here