કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી ,
છે એક નવલ કિશોરી છે એક નવલ કિશોરી ,
મન વશ કરીને જોતા પ્રેમ ઝાંખી થાયે
અજ્ઞાની જીવ જાય જ્યાં , માંદુ જાય દોરી ,
કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી ,
છે પ્રેમ સર્વ વ્યાપી વહેમી જનો શું જાણે
અજ્ઞાની ને અનાડી , ઊંઘણસી ને અઘોરી ,
કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી ,
ઘાયલ ગતિ ને ઘાયલ જે હોય તે જ જાણે
કોઈ ગયું મુજ ઘોળે દિને હૃદય ચોરી ,
કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી ,
કહે સતારશાહ પ્રેમીની છે મુનાદી
પ્રીતિ કરો તો એવી , જેમ ચંદ્ર ને ચકોરી ,
કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી ,
Kanudo Kalo Kalo Lyrics
Janmastami Krishn Bhajan
Related
error: Content is protected !!