હે ભોળાનાથ ત્રિપુરારી | He Bholanath Tripurari Lyrics

0
529
હે ભોળાનાથ ત્રિપુરારી કષ્ટ કાપ તું
દેવાધિદેવ સર્વનો છે માં ને બાપ તું ,
છે રાજ તારું શમ્ભુ ત્રિલોક પર અટલ
આકાશ કે પાતાળ કે ધારા હો અટલ
બ્રમ્હાંડમાં છે શક્તિ એ અમાપ તું
દેવાધિદેવ સર્વનો છે માં ને બાપ તું,
હું તો છું તું છે તરણું ભજુ નવાઈ શી ?
ખુદ રામ કૃષ્ણ ભજતા આતમ ઊંડાણથી
હે ભક્ત યા ઋષિની માળાનો જાપ તું
દેવાધિદેવ સર્વનો છે માં ને બાપ તું ,
સમુદ્ર મંથને તું સાવ ભોળો રહી ગયો
અમૃત પીધું છે સૌવે તું વિષ પી ગયો
તેથી બન્યો દેવોનો દેવ આપો-આપ તું
દેવાધિદેવ સર્વનો છે માં ને બાપ તું ,
કરમાં ત્રિશુલ ડમરું અને કંઠે સર્પમાળ
ગંગા જીલી જટામાં ધરી છે રસાળ
પ્રશાંત શાંત થાય એવું શરણ આપ તું
દેવાધિદેવ સર્વનો છે માં ને બાપ તું ,
He Bholanath Tripurari Lyrics
Shiv Bhajan Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here