અગડ બમ ડાક વાગે ડમરું | Agad Bam Dak Vage Damaru Lyrics

0
767
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરું,
નાચે સદાશિવ આગે ભૈરવ.
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરું,
નાચે સદાશિવ આગે ભૈરવ.
નાચે ગુણેશા ને નાચે હનુમાન
પારવતી ના પ્રાણ નાથ ભોળા ભગવાન
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરું,
નાચે સદાશિવ આગે ભૈરવ.
ભાંગ વાવી ભોળાનાથે નિંદે છે ગણેશ
પારવતીજી પાણી વાળે છુટા મેલી કેશ
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરું,
નાચે સદાશિવ આગે ભૈરવ.
ભાંગ કેરા રોટલા ને ધતુરાનું શાક (2)
પીરશે મૈયા પાર્વતી ને જમે ભોળાનાથ
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરું,
નાચે સદાશિવ આગે ભૈરવ.
હાથ લીધી ભાભુતી ને છોળે છે અંગ
દેખો મૈયા પારવતીજી કેસો ભયો રંગ
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરું,
નાચે સદાશિવ આગે ભૈરવ.
કોઈ રાખે સેવક ને કોઈ રાખે દૂત
પારવતીના પ્રાણ નાથ રાખે છે ભૂત
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરું
નાચે સદાશિવ આગે ભૈરવ.
નાગ કેરા બાજુ બંધ નાગ કેરા હાર (2)
નાગણીયુ ના કુંડળ સોહાવે ભોળોનાથ
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરું,
નાચે સદાશિવ આગે ભૈરવ.
કોઈ પુજાવે અંગ બાબા કોઈ પુજાવે પગ
નરસીહ મહેતા પૂજે છે અપૂજ લિંગ
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરું,
નાચે સદાશિવ આગે ભૈરવ.
Agad Bam Agad Bam Dak Vage Damaru Lyrics

 

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here