યુદ્ધમાં અર્જુનને સગપણ આડા આવે | Arjun Ne Sagpan Aada Aave Lyrics

0
571
સગપણ આડા આવે એના મનડાને મુંજાવે ,
યુદ્ધમાં અર્જુનને રે એના સગપણ આડા આવે ,
કુરુક્ષેત્રમાં કૃષ્ણ પ્રભુજી મધ્યમાં રથને લાવે ,
કોને મારું ક્યાં બાણ ચાલવું , મારી સમજણમાં ન આવે ,
કોઈ કોઈ નું સગુ નથી એમ કૃષ્ણ પ્રભુ સમજાવે ,
આવી કાયરતા ક્યાંથી લાવ્યો , તારી કીર્તિને કલંક લગાવે ,
અગ્નિ ન બાળે એને પવન ના સુકાવે , પાણીના પલાળે ,
આત્મતત્વ અમર છે અર્જુન , એમ ગીતા જ્ઞાન સમજાવે ,
જ્ઞાન ગીતાના દઈને પ્રભુજી ધનુષ્ય હાથ ધરાવે ,
“પુરસોતમ” ના પ્રભુજી પ્રીતે ભારતમાં ભારત રચાવે ,
યુદ્ધમાં અર્જુનને રે એના સગપણ આડા આવે ,
સગપણ આડા આવે એના મનડાને મુંજાવે ,
Arjun Ne Ena Sagpan Aada Aave Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here