બાપ કહે સુણો બેટા | Bap Kahe Suno Beta Lyrics

0
329
બાપ કહે સુણો બેટા મારા પંથે ચાલીશ માં,
હરી ભજનમાં ભંગ પાડે એવી ઘોને ઘરમાં ઘાલીશમાં ,
પરધન કે પરનારી ને ભાઈ કુડી નજરે નિહાળીશમાં ,
સ્નેહ ભર્યા સંસારમાં તારા ઘરના સુખ ટાળીશમાં ,
દોયલે દુભાવું ને સહાયક થાવું હરામી ભેળો હાલીશમાં ,
રામ રાખે એમ રહેજે જગમાં ઉરે અભિમાન તું લાવીશમાં ,
ક્ષણિક સુખને ખાતર કોઇથી બોલીને રે બગાડીશમાં ,
કરી કમાણી સાચવજે તું અવળે માર્ગે ઉડાડીશમાં ,
અભિયાગતની આતરડીને દીકરા તું દુભાવીશમાં ,
છંછેડેલા સાપનું પૂછડું ઝડપ લઈને ઝાલીશમાં ,
કહે પુરશોતમ પ્રભુ પ્રતાપે ખોટી મોટપમાં હાલીશમાં ,
અંતરની શિખામણ માની ધોળામાં ધૂપ ઘાલીશમાં ,
Bap Kahe Suno Beta Lyrics
Narayan Swami Bhajan Lyrics  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here