શ્યામને સ્વપના એવા આવે | Shyam Ne Sapna Eva Ave

0
283
શ્યામને સ્વપના એવા આવે ,
બંસરી બેસૂરી કોણ બજાવે ,
ગોકુલ ગામની ગોરી રાધિકા દોડતી દ્વારિકા આવે ,
વનવગડામાં ભૂલી પડી એને મારગ કોણ બતાવે ,
માતા યશોદા કહે કનૈયાને તમને મીઠડા માખણ ભાવે ,
કોને રમાડું કોને જમાડું મારા કાનુડાને કોણ તેડી લાવે ,
બાળપણાની સાથી બંસરી ગોકુળ ગામ બજાવે ,
વનમાં વાગે ત્યારે વ્રજનારીની પાપણે પાણી આવે ,
પુરસોતમ કહે સ્વપ્નમાં સહુને બીજી દુનિયા બતાવે ,
ઝબકી જાગ્યા શ્યામ સુન્દીર ત્યાં રૂક્ષમણી ચરણ દબાવે ,
Syamne Swapana Ava Aave  
Santvani Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here