ભટકેલા મનની બાવાજી | Bhatkela Manni Bavaji Lyrics | Das Sava Na Bhajan Lyrics

0
708
ભટકેલા મનની બાવાજી ભૂલુ રે સુધારો
સમજણ ને સોટે અમને દેજો સદગુરુજી
બાવા શરણોમાં લેજો , શરણોમાં લેજો ,
કાયાના દેવળ અમને લાગે છે કાચા
દોયલી વેળાએ દર્શન દેજો સદગુરુજી
અમને શરણોમાં લેજો ,
આવન જવાનની બાવાજી ગાળીયું છે વાંકી
સમરણની સુધદાતા દેજો
અમને શરણોમાં લેજો ,
મરણ તિથીનો બાવા મહિમા છે મોટો
અવસર વેળાએ આડા રેજો સદગુરુજી
અમને શરણોમાં લેજો ,
કરુણાના સ્વામી તમને દુનિયા સૌ’કે છે
બ્રદને સંભારી બેલે રેજો સદગુરુજી
અમને શરણોમાં લેજો ,
છોડીને જાશો તો તો શોભે નહિ સ્વામી
નવખંડ માં લાજે તમારો નેજો સદગુરુજી
અમને શરણોમાં લેજો ,
‘સવો’ કહે છે સ્વામી અમમાં સર્વે છે ખામી
અવગુણ ના જોશો અંતરયામી સદગુરુજી
અમને શરણોમાં લેજી ,
Bhatkela Manni Bavaji Lyrics 
Das Savabhagat Bhajan

 

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here