ભીતરનો ભેરુ મારો | Bhitar No Bheru Maro Lyrics

0
380
ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો ,
મારગનો ચિંધનારો ભોમિયો ખોવાયો રે ,
વાટે વિસામો લેતા જોયો હોઈ તો કહેજો ,
ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો ,
એનારે વિના મારી કાયા છે પાંગળી ,
આંખ છતાય મારી આંખો છે આંધળી ,
મારા રે સરવરીયાનો હંસલો રિસાયો રે ,
સરવરમાં તરતો કોઈએ જોયો હોય તો કહેજો ,
ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો ,
તનડું રૂંધાણુ , મારું મનડું રૂંધાણુ ,
તાર તૂટયો રે અધવચ ભજન નંદવાણું ,
કપરી આંધીમાં મારો દીવડો ઝડ્પાયો રે ,
આખો સળગતો કોઈએ જોયો હોય તો કહેજો ,
ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો ,
Bhitar No Bheru Maro Lyrics
Prachin Gurumukhi Bhajan 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here