કરમસદનો કરમ યોગી સરદાર વલ્લભ આપણો | Sardar Patel Geet Lyrics

0
124
કરમસદનો કરમ યોગી લાડબાનો લાડલો ,
સપૂત ભારત માતનો સરદાર વલ્લભ આપણો ,
સાબરમતી ના સંત નો સાચો હતો એ સારથી ,
હિંદનો એ લોહ પુરુષ સરદાર વલ્લભ આપણો ,
બોરસદનો બેરિસ્ટરને સેનાની સંગ્રામ નો ,
શિલ્પી યે નવું ભારત તણો સરદાર વલ્લભ આપણો ,
બ્રિટિશ હુકુમત હાકનારને હજારો વંદન હજો ,
ભારતનો ભડવીર એ સરદાર વલ્લભ આપણો ,
સરદાર તો સરદાર બસ આ દેશમાં એક જ હતા ,
એ નિર નરની આંખ સુણીને કંઈકના પગ ધ્રુજતા ,
ના મળે એવું કોઈ પણ એના વિરોધી વાતનું ,
આ દેશનું એ ધન હતું ગૌરવ હતું ગુજરાતનું ,
એ હાક મારે ત્યાં વિરોધી ઘૂમતા કાપી જતા ,
તે દેશ દ્રોહીને દિવસના જોને તારલા દેખાડતા ,
ના મૂલ્ય કોઈ આકી શકે એની જન્મની રાતનું ,
આ દેશનું એ ધન હતું ગૌરવ હતું ગુજરાતનું ,
Karamsad No Karam Yogi Lyrics
Sardar Vallabhbhai Patel Geet

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here