છેલાજી રે | Chelaji Re Lyrics | Patan Thi Patoda Mongha Lavjo Lyrics

0
283
છેલાજી રે …
મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો ,
એમાં રૂડા રે મોરલિયા ચિતરાવજો ,
પાટણથી પટોળા મોંઘા લાવજો ,
રંગ રતુંબલ , કોર કસુંબલ ,
પાલવ પ્રાણ બીચાવજો રે ,
પાટણથી પટોળા મોંઘા લાવજો , છેલાજી રે …
ઓલ્યા પાટણ શેરની રે , મારે થાવું પદમણી નાર ,
ઓઢી અંગ પટોળું રે , એની રેલાવુ રંગધાર ,
હીરે મઢેલા ચૂડલાની જોડ મોંધી મઢાવજો રે ,
પાટણથી પટોળા મોંઘા લાવજો , છેલાજી રે …
ઓલી રંગ નીતરતી રે , મને પામરી ગમતી રે ,
એને પહેરતા પગમાં રે , પાયલ છમછમતી રે ,
નથણી લવિંગયાને ઝુમખામાં મોંઘા મોતી મઢાવજો રે ,
પાટણથી પટોળા મોંઘા લાવજો , છેલાજી રે …
Chelaji Re Lyrics
Patan thi Patoda mongha Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here