જોશીડા જોશ જુવોને | Joshida Josh Juo Ne Lyrics

0
340
જોશીડા જોશ જુવોને ,
કે દા’ડે મળશે મુને કાન રે ,
દુઃખડા ની મારી વા’લા દુબળી થઇ છુ ,
પચીપચી થઈ છુ પીળી પાન રે,
કે દા’ડે મળશે મુને કાન રે ,
દુ:ખડા મારા ડુંગર જેવડા ,
સુખડા છે મેરુ સમાન રે ,
કે દા’ડે મળશે મુને કાન રે ,
પ્રીત કરી ને વા’લે પાંગળા કીધા ,
બાણે વિંધ્યા છે મારા પ્રાણ રે ,
કે દા’ડે મળશે મુને કાન રે ,
બાઈ મીરા કહે પ્રભુ ગીરીધરના ગુણ ,
ચરણ કમળ ચિત ધ્યાનુ રે ,
કે દા’ડે મળશે મુને કાન રે ,
Joshida Josh Juo Ne Lyrics
Mirabai Bhajan Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here