દાદા એને ડગલે ડગલે બાવળ રોપાવો | Dada Ena Dagle Dagle Lyrics

0
126
દાદા એને ડગલે ડગલે બાવળ રોપાવો રે
દાતણ કરશે બાળાવરની જાન રે,
દાદા એને ડગલે ડગલે સરોવર ખોદાવો રે
નાવણ કરશે બાળાવરની જાન રે,
દાદા એને ડગલે ડગલે કંદોઈ બેસાડો રે
ભોજન કરશે બાળાવરની જાન રે,
દાદા એને ડગલે ડગલે તંબોળી બેસાડો રે
મુખવાસ કરશે બાળાવરની જાન રે,
દાદા એને ડગલે ડગલે ઢોલિયા ઢળાવો રે
પોઢણ કરશે બાળાવરની જાન રે,
દાદા એને ડગલે ડગલે મેડીઓ ચણાવો રે
ઉતારા કરશે બાળાવરની જાન રે,
Dada Ena Dagle Dagle Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here