ગુપત રસ આતો જાણી લેજો | Gupt Ras Ato Jani Lejo Lyrics

0
333
ગુપત રસ આતો જાણી લેજો પાનબાઈ
જેથી જાણવું રહે નહિ કાઈ ,
ઓઘ રે આનંદ માં કાયમ રહેને
સેજે સંસય બધા મટી જાય ,
બહેન રે શુરવીર થઈને સંગ્રામે ચડવું પાનબાઈ ,
માયલું મન ફરી ઉભું ન થાય ,
કેવળ ભક્તિને તમે એમ પામો પાનબાઈ
જેથી જનમ મરણ મટી જાય ,
પરપંચના તોડી નાખો પડળ પાનબાઈ
તો તો પંચરંગી પાર જણાય ,
જનારથ પદને પામ્યા પછી પાનબાઈ
ભાવક ભાવ મનમાં નહિ જાય ,
બહેન રે મેદાનમાં હવે માંયલો બચાવો પાનબાઈ
ભજનમાં રહો ભરપુર ,
ગંગાસતી એમ બોલીયા પાનબાઈ
વરસાવો નિર્મળ નૂર ,
Gupt Ras Ato Jani Lejo Lyrics
Gangasati Panbai bhajan Lyrics

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here