એજી ગુરુમારા મહામંત્ર નો મોટો | Guruji Mahamantra No Moto Mahima Lyrics

0
725
એજી ગુરુમારા મહામંત્ર નો મોટો મહિમાય
વખાણું બ્રહ્મના ભેદમાં રે
એના ઋષિમુનીઓ જપતા રે જાપ
હરી નોતા ચારે વેદમાં રે …
એજી ગુરુજી અસલ જુગમાં નોતોરે આધાર
પચ્ચાસ ક્રોડમાં પાણી રે
તે દી નિરંજન હતા નિરાકાર
તેનાથી શક્તિ દરસાણી રે …
એજી ગુરુજી શક્તિએ કીધો સમાગમ
નિરંજને વચન દીધા રે
એવો ઉમીયાને વાધ્યોરે ઉમેદ
ત્રણ પુરુષ પ્રગટ કીધા રે …
એજી ગુરુજી પાંચે મળી કીધોરે આધાર
શક્તિએ પ્રમોદ કીધો રે
તે દી ધરતીના બાંધ્યારે ધરમ
નિજ ધરમ તે દી સ્થાપ્યો રે …
એજી ગુરુજી નાદને બુંદનો આ છે વિસ્તાર
અમે સંસાર પ્રગટ કીધા રે
એમ કહી બોલ્યા ઋષિ મારકંડ
મહામંત્ર શિવજી ને દીધા રે …

 

 

 

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here