ગુરુજીના નામ ની હો | Guruji Na Naam Ni Ho Mala Lyrics | Dhun Lyrics Bhajanbook

0
895

ગુરુજીના નામ ની હો , માળા છે ડોકમાં
નારાયણ નામની હો , માળા છે ડોકમાં ,

જુઠું બોલાય નહિ , ખોટું લેવાય નહિ
અવળુ ચલાય નહિ હો , માળા છે ડોકમાં ,
ક્રોધ કદી થાય નહિ , પરને નિંદાય નહિ
કોઈને દુભવાય નહિ હો , માળા છે ડોકમાં ,
પરને પીડાય નહિ , હું પદ ધરાય નહિ
પાપને પોષાય નહિ હો , માળા છે ડોકમાં ,
સુખમાં છલકાઈ નહિ , દુઃખમાં રડાઈ નહિ
ભક્તિ ભૂલાય નહિ હો , માળા છે ડોકમાં ,
ધન સંઘરાય નહિ , એકલા ખવાય નહિ
ભેદ રખાય નહિ હો , માળા છે ડોકમાં ,
બોલ્યું બદલાય નહિ , ટેક ને તજાય નહિ
બાનું લજવાય નહિ હો , માળા છે ડોકમાં ,
હરિહરાનંદ કહે સત્ય ચુકાઈ નહિ
નારાયણ વિસરાય નહિ હો , માળા છે ડોકમાં ,
Guruji Na Naam Ni Ho Mala Lyrics
Best Gujarati Dhun Lyrics

 

 

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here