માડી તારો છેડો આજે છોડું છું | Madi Taro Chhedo Aaje Chhodu Chhu

0
171
માડી તારો છેડો આજે છોડું છું
નવા આંગણ નવા સંબંધ જોડું છું
આશિષ દેતા મુજને તું નિહાળજે
વીરા મારા બાપાને સંભાળજે ,
વિદાયની વસમી છે વેદના
વીરા મારા બાપાને સંભાળજે
જાતા જાતા દીકરીની પ્રાર્થના
વીરા મારા બાપાને સંભાળજે ,
આજે હૈયાને ખોલી
વ્હાલમાં આસુંડા ઘોળી
મારા કાંધે આવીને
ભલે તું રડી લેજે રે ,
કાલથી ના છલકે મોતી આંખના
વીરા મારા બાપાને સંભાળજે ,
વિદાયની વસમી છે વેદના
વીરા મારા બાપાને સંભાળજે ,
તને મેં ઝુલાવી બેની
હો તને મેં ઝુલાવી બેની
આખી આખી રાત રે
સપનાની રાત રે
લાખો તારા ફીકા ફીકા
તું ચમકતો ચાંદ રે
તુજ મારુ આભ રે ,
હો આજ ચાલી સાસરે
તો મનમાં ખુમાર છે
સાસુ મારી માત છે
ને સાંજણ ભરથાર છે ,
લાલ રંગે હાથોની
છાપ મારી છોડું છું
તારું આખું આભ લઈને
મારે આંગણ જોડું છું ,
આજે હૈયાને ખોલી
વ્હાલમાં આસુંડા ઘોળી
મારા કાંધે આવીને
ભલે તું રડી લેજે રે ,
કાલથી ના છલકે મોતી આંખના
વીરા મારા બાપાને સંભાળજે ,
જાતા જાતા દીકરીની પ્રાર્થના
વીરા મારા બાપાને સંભાળજે ,
માડી તારો છેડો આજે છોડું છું
નવા આંગણ નવા સંબંધ જોડું છું
આશિષ દેતા મુજને તું નિહાળજે
વીરા મારા બાપાને સંભાળજે ,
Madi Taro Chhedo Aaje Chodu Chhu 
Viday Lagna Geet Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here