વિદાય ની આ વસમી વેળા | Vidai Ni Aa Vasmi Vela Lyrics

0
177
વિદાય ની આ વસમી વેળા રોકી ના રોકાય,
પિયરિયું છોડી ને દીકરી સાસરિયે જાય,
દાદા રોવે ને માતા પાલવડે ભીંજાય…પિયરિયું,
દાદા તમારા આંગણિયે હું હતી તુલસીનો ક્યારો,
આંગણીયાની માયા છોડી છોડ્યો છાંયડો તમારો,
માફી માંગુ દાદા લાગુ લળીલળી પાય…પિયરિયું,
સાસરિયે સાસવજે તું સદ્દગુણીનું ભાતું,
દીપાવજે તું દીકરી તારા બેઉ કુળની લાજ,
તુ છે મારી મીઠી વીરડી તુ છે ગરવી ગાય…પિયરિયું,
ધીમા ડગલે પાપા પગલે ખોળે રમતી રૂડી,
જોઈ રહયો હું લુંટાઈ ગઈ મારા જીવતર ની મુડી,
રહી રહી રૂંવે મારો રૂદિયો મંડાવડાની માય…પિયરિયું,
Vidai Ni Vashmi Vela Lyrics
Vidai Lagna Geet Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here