મેવા મળે કે ના મળે | Mukti Male Ke Na Male Lyrics | Dhun Lyrics

0
845
મેવા મળે કે ના મળે ,
મારે સેવા તમારી કરવી છે ,
મુક્તિ મળે કે ના મળે ,
મારે સેવા તમારી કરવી છે ,
મારો કંઠ મધુરો ના હોઈ ભલે ,
મારો સુર બેસુરો હોઈ ભલે ,
મને શબ્દ મળે કે ના મળે ,
મારે કવિતા તમારી કરવી છે ,
હું પંથ તમારો છોડું નહી ,
દુર દુર ક્યાંય દોડું નહી ,
પુણ્ય મળે કે ના મળે ,
મારે પૂજા તમારી કરવી છે ,
આવે જીવનમાં તડકાને છાયા ભલે ,
સુખ દુ:ખના પડે પડછાયા ભલે ,
કાયા રહે કે ના રહે ,
મારે માળા તમારી કરવી છે ,

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here