સરળ ચિત રાખીને | Saral Chit Rakhine Lyrics | Gangasati Bhajan Lyrics

0
373
સરળ ચિત રાખીને નિર્મળ રહેવું
આણવું નહિ અંતરમાં અભિમાન ,
પ્રાણી માયમાં સમદ્રષ્ટી રાખવીને
અભ્યાસે જીતવો અપમાન ,
ભાઈ રજ કર્મથી સદા દુર રહેવું
કાયમ કરવો અભ્યાસ ,
પાંચે પ્રાણને એક ઘેર લાવવા
રાખવો વચનનો વિશ્વાસ ,
ભાઈ ડાબી છે ઇંગલાને જમણી છે પિંગલા
રાખવું સ્વર ભેદમાં ધ્યાન ,
સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં જળ પીવું
એમ કાયમ લેવું વ્રત માન ,
ભાઈ નાડી શુદ્ધ થયા પછી અભ્યાસે જાગે
નક્કી જાણવું નિર્ધાર ,
ગંગા રે સતી એમ બોલીયા પાનબાઈ
આ ખેલ છે અગમ અપાર ,
  ગંગાસતી ભજન Lyrics

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here