હે નંદલાલા ને માતા યશોદાજી સંભારે | Nandlala Ne Mata Yasodaji Sambhare Lyrics

0
814
હે નંદલાલા ને માતા યશોદાજી સંભારે
મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુલ માં (2)
હે નંદલાલા ને માતા યશોદાજી સંભારે …
હે સોના રૂપા ના અહિ વાસણ મજાના (2)
કાસા ની થાળી મારી રહી ગઈ ગોકુલ મા (2)
હે નંદલાલા ને માતા યશોદાજી સંભારે …
હે છપ્પન ભોગ અહી થાળ ધરાય છે (2)
માખણ ને મિસરી મારી રહી ગઈ ગોકુલ મા
હે નંદલાલા ને માતા યશોદાજી સંભારે …
હે હીરા મોતીના અહી થાળ ધરાય છે (2)
ગુજાની માળા મારી રહી ગઈ ગોકુલ માં (2)
હે નંદલાલા ને માતા યશોદાજી સંભારે …
હે હીરા મોતીના અહી મુકુટ પહેરાઈ છે (2)
મોરપીછ પાઘ મારી રહી ગઈ ગોકુલ માં (2)
હે નંદલાલા ને માતા યશોદાજી સંભારે …
હે હાથીને ઘોડા અહી જુલે આંબડીયે (2)
ગોરી ગોરી ગાવડી મારી રહી ગઈ ગોકુલ માં (2)
હે નંદલાલા ને માતા યશોદાજી સંભારે …
હે તબલા સારંગીના અહી સુર સંભળાય છે (2)
વાલી મારી વાંસળી રહી ગઈ ગોકુલ માં (2)
હે નંદલાલા ને માતા યશોદાજી સંભારે …
હે રાણી પટરાણી અહી મહેલે સોહે છે (2)
ગોપીયો ને રાધા મારી રહી ગઈ ગોકુલ મા (2)
હે નંદલાલા ને માતા યશોદાજી સંભારે …
હે રાધાજી ને એટલું કહેજો ઓધવજી (2)
અમીભરી આંખ મારી રહી ગઈ ગોકુલ મા (2)
હે નંદલાલા ને માતા યશોદાજી સંભારે …

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here