પરથમ ગણેશ બેસાડો | Paratham Ganesh Besado Re Lyrics

0
259
પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા ,
ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા ,
ગણેશજી વરદાન દેજો રે મારા ગણેશ દુંદાળા ,
કૃષ્ણની જાણે રૂડા ઘોડલા શણગારો ,
ઘોડલે પીતળિયા પલાણ રે મારા ગણેશ દુંદાળા ,
કૃષ્ણની જાણે રૂડા હાથીડા શણગારો ,
હાથીડે લાલ અંબાડી રે મારા ગણેશ દુંદાળા ,
કૃષ્ણની જાણે રૂડા જાનીડા શણગારો ,
જાનડી લાલ ગુલાલ રે મારા ગણેશ દુંદાળા ,
કૃષ્ણની જાને રૂડા ધોહીડા શણગારો ,
ધોહીડે બબ્બે રાશું રે મારા ગણેશ દુંદાળા ,
કૃષ્ણની જાને રૂડી વેલડીયું શણગારો ,
વેલડીયે દશ આંટા રે મારા ગણેશ દુંદાળા ,
વાવલ્યા વાવ્યા ને મેહુલ્યા ઘડુક્યાં ,
રણ રે વગડામાં રથ થંભ્યા રે મારા ગણેશ દુંદાળા ,
તૂટ્યા તળાવને તૂટી પિંજણીયુ ,
ધોહીડે તૂટી બેવડ રાશું રે મારા ગણેશ દુંદાળા ,
ઉઠો ગણેશ ને ઉઠો પરમેશ્વર ,
તમે આવ્યે રંગ રે’શે રે મારા ગણેશ દુંદાળા ,
અમે રે દુંદાળા ને અમે રે ફાંદાળા ,
અમે આવ્યે તમે લાજો રે મારા ગણેશ દુંદાળા ,
અમારે જોશે સવા મણનો રે લાડુ ,
અમ આવ્યે વેવાઈ ભડકે રે મારા ગણેશ દુંદાળા ,
Paratham Ganesh Beshado Re Lyrics
Gujarati Lagna Geet Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here