સાચી રે મારી સત રે ભવાની મા | Sachi Re Mari Sat Re Bhavani Maa

0
306
સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા ,
હું તો તારી સેવા કરીશ મૈયા લાલ ,
નવ નવ નોરતાં પૂજાઓ કરીશ મા ,
વિરાટનો ગરબો તારો ઝીલીશ મૈયા લાલ ,
સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા ,
જ્યોતિમાં એક તારી છે જ્યોતિ ,
માતા સતનું ચમકે છે મોતી ,
માડી રે મારી શક્તિ ભવાની મા ,
હું તો તારી આરતી ઉતારું મૈયા લાલ ,
સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા ,
શક્તિ રે તું તો જગની જનેતા મા ,
ભોળી ભવાની મા અંબા ભવાની માત ,
હું તો તારા પગલાં પૂજીશ મૈયા લાલ ,
સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા,
જગમાં તેં જ એક માયા રચાવી ,
દર્શન દેવા તું સામે રે આવી ,
માડી રે આવો રમવા ભવાની મા ,
હું તો તારાં વારણાં લઈશ મૈયા લાલ ,
સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા ,
Sachi Re Mari Sat Re Bhavani Maa 
Navratri Garba Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here