સમજણ જીવન માંથી જાય | Samjan Jivan Mathi Jay Lyrics

0
588
સમજણ જીવન માંથી જાય તો તો જોયા જેવી થાય
સમજણ જીવન માંથી જાય જી,
પિતાજીના વચન ખાતર રામજી વનમાં જાયજી
આજનો રામ તો વૃદ્ધાશ્રમમાં બાપને મેલવા જાય ,
ચેલો હતો ઓલો આરુણી એની યાદે ઉરમાં ઉભરાય જી
આજનો ચેલકો માસ્તર સાહેબને શિવાજી બીડીયું પાય ,
ચૌદ વરસનું રાજ્ય મળ્યું તોયે ભરત ના રે ફુલાય
પાંચ વરસ ણો પ્રધાન આજે ઝાલ્યો ના કોઈ થી ઝલાય ,
મંદિરીયામાં બેઠો પ્રભુજી મનડામાં મુંજાય જી
ભાવ વિનાનો ભગત આવે એતો દસિયું ફેકતો જાય ,
ધરમની કિંમત જુઓ આજે નાણા થી અંકાઈ જી
મોટી મોટી થાય કથાયુ એમાં ફાળો ફરતો થાય ,
Samjan Jivan Mathi Jay Lyrics
Narayan Swami Bhajan Lyrics 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here