સીતાને તોરણ રામ પધાર્યા | Sita Ne Toran Ram Padharya Lyrics

0
276
સીતાને તોરણ રામ પધાર્યા ,
લેજે પનોતી પહેલું પોખણું ,
પોંખતાને વરની ભમર ફરકી ,
આંખલડી રતને જડી ,
રવાઈ વર પોખો પનોતા ,
રવાઈએ ગોરી સોહામણા ,
સીતાને તોરણ રામ પધાર્યા ,
લેજે પનોતી બીજુ પોખણું ,
ઘોસરીયે વર પોખો પનોતા ,
ઘોસરીયે ગોરી સોહામણા ,
સીતાને તોરણ રામ પધાર્યા ,
લેજે પનોતી ત્રીજુ પોખણું ,
ત્રાંકે વર પોખો પનોતા ,
ત્રાંકે રેટીયા સોહામણા ,
સીતાને તોરણ રામ પધાર્યા ,
લેજે પનોતી ચોથું પોખણું ,
પીંડીએ વર પોખો પનોતા ,
પીંડીએ હાથ સોહામણા ,
Sitane Toran ram Padharya 
Lagna Geet Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here