સોનાની દ્વારકા છોડી રે દીધી | Sona Ni Dwarka Vale Chodi Didhi

0
449
છોડી દીધી રે વાલે છોડી રે દીધી ,
સોનાની દ્વારકા વાલે છોડી રે દીધી ,
અજમલજી ને વાલે વચન રે આપ્યું ,
આશા મનડાની ઘોરી રે કીધી વાલે ,
કંકુ ના પગલે પીરજી પધાર્યા ,
વીરા વિરમદે ની શાનું રે દીધી રે વાલે ,
છોડી દીધી રે વાલે છોડી રે દીધી ,
સોનાની દ્વારકા વાલે છોડી રે દીધી ,
રામદે વિરમદે પોઢ્યા પારણયામાં ,
ઉકળતી દેગને ઉતારી રે દીધી વાલે ,
માતા મીનળદે ને પિતા અજમલજી ,
સખીયું મળીને બધાયું દીધી વાલે ,
છોડી દીધી રે વાલે છોડી રે દીધી ,
સોનાની દ્વારકા વાલે છોડી રે દીધી ,
કુવર ભાણુભાને સજીવન કીધા ,
બેની સગુણાને સહાયું કીધી રે વાલે ,
સવાયે પીરજી જજમ બિછાવી ,
દાસ સવાની વાલે શંભાળ લીધી ,
Sonani Dwarka Chhodi Re Didhi
Das Savana Bhajan

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here