તું રંગાઈ જાને રંગમાં | Tu Rangai Jane Rangma

0
996
તું રંગાઈ જાને રંગમાં ,
તું રંગાઈ જાને રંગમાં
સીતારામ તણા સત્સંગમાં ,
રાધે શ્યામ તણા તું રંગમાં ,
આજે ભજશું કાલે ભજશું ,
ભજશું સીતારામ ! જયારે ભજશું રાધેશ્યામ
શ્વાસ ખૂટશે , નદી તૂટશે ,
પ્રાણ નહી રે તારા અંગમાં ,
તું રંગાઈ જાને રંગમાં…
જીવ જાણતો જાજુ જીવશું ,
મારું છે આ તમામ ,
પહેલા અમર કરી લવ નામ ,
તેળુ આવશે જમનું ઝાણજે ,
જાવું પડશે સંગમાં ,
તું રંગાઈ જાને રંગમાં …
સૌ જીવ કહેતા પછી ભજીશું ,
પહેલા મળી લવ એ નામ ,
રહેવાના કરી લવ કામ ,
પ્રભુ પડ્યો છે એમ ક્યાં રસ્તામાં ,
સૌ જન કહેતા રહી અંગમાં ,
તું રંગાઈ જાને રંગમાં …
ગઢપણ આવશે ત્યારે ભજીશું ,
પહેલા ઘરના કરીએ કામ ,
પછી કરીશું તીરથ ધામ ,
આતમ એક દિન ઉડી જાશે ,
તારું શરીર રહેશે પલંગમાં ,
તું રંગાઈ જાને રંગમાં …
Rangai Jane Rangma Lyrics
Maran Nu Bhajan Lyrics

 

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here